#गाव में आनेवाले लुटेरे बाबाओ से सावघान

એક ગામમાંથી હું પસાર થતો હતો. બાઇક પરથી એક વળાંક વટાવી માંડ ગામમાં પહોંચ્યો હોઈશ ત્યાં સીમાડે એક સાધુ મહારાજ મને રસ્તામાં આડાં રહીને રોકવા લાગ્યાં. ગામ ચિરપરિચિત એટલે ચિંતા ન હતી. પાછળ બીજાં છ-સાત લાલ-પીળા, અર્ધા સફેદ ઝભ્ભા પહેરેલાં, કપાળે ચંદન કે કંકુ નું તિલક કરેલાં બાવાઓ રસ્તે આવતાં હતાં. ગામમાં ત્યાં જ નજીકના ઘરે એક ભાઈનો ચાંદલા વિધિનો કાર્યક્રમ હોય ગામ લોકોએ ગામમાં સાધુ પધાર્યા છે એમ કહી પુરાં ઓગણીસ સાધુ-મહારાજોને જમાડી રહ્યા હતા. 
એક સાવ સામાન્ય ઘરે કાર્યક્રમ ચાલતો હતો. એની પાછળનાં ઝુંપડા જેવાં ઘરેથી એક સ્ત્રી આવી અને એ ટોળાં સાથે ચાલતાં હાથીને પચાસની નોટ સૂંઢમાં આપી. હાથીએ મહાવતને આપી. આવી રીતે કેટલાંય લોકો આ હાથી સાથેની ટોળીને દાન દક્ષિણા આપતાં હતાં. અને ન આપે તો જાણે બળજબરીથી, શબ્દોના બાણના જોરે આપવા મજબૂર કરતાં હોય છે.  રસ્તે જતાં આવતાં સૌને રોકીને એ લોકો માંગતા હતા. કોઈને કોઈ બીક, લાભ, ડર, ચમત્કાર, કોપના નામે ડરાવીની છલકપટથી બસ પૈસા જ માંગતા હતા.

મારી બાઈક આગળ આવીને કહે,  आपके माथे पर एक चमक है। आपको बहुत जल्द एक अच्छी नौकरी मिलने वाली है । आप बहुत खुश रहोंगे। आपकी बहुत तरक्की होगी। बाबा को, हाथी को खाने को कुछ पैसे दीजिए। आपका बहुत भला होगा| આવી રીતે કેટલુંય  સસજાય કે ન સમજાય એ રીતે હિન્દીમાં બોલી નાખ્યું. પણ એમનો અર્થ કોઈપણ રીતે  પૈસા મેળવવાનો મને જણાતો હતો. મેં એમને મચક ન આપી. ભૂતકાળમાં કેટલાંય બનાવો આંખ સામે તરવા લાગ્યાં.

એકવાર  બાવાજીઓએ આખાં ગામને ઉલ્લુ બનાવ્યાં હતાં. ગામમાંથી એક ભાઈ ઘર છોડીને ચાલ્યાં ગયાં હતાં. એ વ્યક્તિ ઘણાં વર્ષો પછી સિદ્ધ યોગી બન્યો છે એમ કહી એ લોકો વેકેશનમાં પ્રાથમિક શાળામાં રોકાયાં. શાળામાં વેકેશન હતું એટલે એમને અડિંગો જમાવ્યો. યોગના કરતબો કરીને, ઠાગાઠૈયા કરીને આખાં ગામમાં મોહીની લગાડી. પછી તો ગામમાં ઘેર ઘેર પધરામણી કરે. જેના ઘરે જાય ત્યાંથી ધીરે ધીરે હાથ ચાલાકી વાપરીને કિંમતી વસ્તુઓ, પૈસા ચોરવા લાગ્યાં. ગામમાં ખબર પડે એ પહેલા છુમંતર.

આવાં બાવાઓ-સાધુઓના ચહેરા પર ન કોઈ તેજ ન કોઈ પ્રભાવ જોવાં મળે. એ લોકો  ફક્ત માંગવા માટે, ખાસ કરીને ગામડાઓમાં નિકળી પડતા હોય છે. ગામડાઓમાં લોકોને ભરમાવી શકાય એમ માનતાં હોય છે. માંગીને ખાનાર આવાં દસ લાખ સાધુ-બાવાઓ ફક્ત આવી રીતે માંગીને ગુજરાન ચાલાવે છે. બસ માંગવું, લોકોને ભ્રમિત કરવા, ધર્મના નામે ખોટાં કામો કરવા. ઘણીવાર તો એ બાવાઓ વ્યસનો કરતાં હોય છે. એમનાં દાંત , ચહેરો એટલો નિસ્તેજ હોય કે એમને ચાલાકી સિવાય કશું આવડતું જ ન હોય. तं

મારાં એક મિત્રની શાળામાં એકવાર આવાં એક સાધુ આવ્યા. હાથચાલાકી વાપરીને કોઈ ચમત્કાર બતાવ્યો. એ મિત્ર પાસે પાંચસો રૂપિયા માંગ્યા. એ મિત્રએ એની હાથચાલાકી પકડી પાડી.પછી વધુ કરગરતા એમણે વીસ રૂપિયા આપ્યા.  એ મિત્રની દાડી જોઈને કહે કે તમે તો શિક્ષક એટલે મોટાં સંત જેવાં છો. એવુ બીજું બધું અગડંમ બગડંમ કહેવા લાગ્યા. મિત્રે કંટાળીને કહ્યું હું મુસલમાન છું. તો તાત્કાલિક એમણે પૈસા પાછા આપી દીધાં. કહ્યું અમે આવી રીતે બીજા ધર્મના લોકો પાસેથી પૈસા નથી લેતાં.  શાળાની નજીક એક સ્ત્રીને ઘરે એમણે એ જ ચમત્કાર બતાવ્યો. એટલે પેલી સ્ત્રી એની ચુંગાલમાં ફસાઈ. એની પાસે પૈસા હતાં નહીં. એ શાળાએ આવીને પેલા શિક્ષક પાસે ઓછીના પૈસા માંગવા લાગી. સાહેબને થયું કે એમનાં ઘરે કોઈ વડિલ હતાં જે બિમાર છે એમને દવા કરાવવા જવાનું હશે. શિક્ષક મિત્રે કહ્યું કે હું પણ આવું દવાખાને. તો પીલી બોલી ના સાહેબ એવું નથી. મારાં ઘરે ખુબ ચમત્કારી મહારાજ આવ્યાં છે. એમને દક્ષિણમાં આપવા છે. એ મિત્રે કહ્યું કે એ તો હાથચાલાકી છે. એવું સાચું ન હોય. હું પણ તમને એ કરી બતાવું. એમણે સમજાવ્યું. ત્યારે એ સમજી.

હમણાં જ આવાં એક સાધુ મહારાજે એક ગામમાં એકનાં ડબલ કરવાની લાલચે એક ભાઈને પાંચ છ લાખ રૂપિયા ખંખેરી લીધાં. એકવાર ડબલ કરી આપ્યાં. પછી ગામમાં બીજા લોભિયા તૈયાર થયા ને એમને પણ ભોગ બનવું પડ્યું. 

સાધુનાં રૂપમાં આવાં શેતાન જે ધર્મના નામે લોકોને લૂંટતા હોય છે. દેશને વિશ્વગુરુ બનાવવા આવાં ગેરમાર્ગી સાધુઓ- (દસ લાખ સાધુ-બાવાઓ ) દેશને ખાડે લઈ જશે. શિક્ષણ થકી, શિક્ષકો થકી સમાજમાં, ગામડાઓમાં આવું સરસ કામ થઈ રહ્યું હોય ત્યાં આવાં બાવાઓ થકી ગામડાઓ, સમાજ પાછળ ધકેલાઈ રહ્યો છે. કેટલાંક સંપ્રદાયના ભક્તો પણ તમારા ઘરે આવે એટલે આટલું ફરજિયાત દાન તો જોઈએ જ. એવી માનસિકતા ધરાવે છે. 
#નોંધ
હું હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવું છું. પણ આવાં લેભાગુઓ, ખોટાં વચનો, ચાલાકીઓ, સાધુનાં રૂપમાં શેતાન બની બેઠેલા બાવાઓ દ્વારા થતી હેરાનગતિ ખરેખર ખરાબ અનુભવો આપે છે. પણ વૈજ્ઞાનિક આધ્યાત્મ હોય એ વધુ ગમે છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર આપે એ જ ધર્મ, સંપ્રદાય, સાચો. દરેક ધર્મમાં આવાં લેભાગુઓ થકી ધર્મ બદનામ થતાં રહે છે. હર હર ભોલે

No comments:

Post a Comment